Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Breaking News: Attackers opened fire on BJP leader Shubhendu Adhikari's PA in Kolkata, he died tragically on the spot

Breaking News: કોલકાતામાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA પર હુમલાખોરોનું તાબડતોબ ફાયરિંગ, ઘટનાસ્થળે જ નીપજ્યું કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
Breaking News: કોલકાતામાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA પર હુમલાખોરોનું તાબડતોબ ફાયરિંગ, ઘટનાસ્થળે જ નીપજ્યું કરૂણ મોત
સોર્સ : GSTV

Breaking News: પશ્ચિમ બંગાળના રાજકારણમાં બુધવારની રાત્રે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. કોલકાતામાં ભાજપના સિનિયર નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ  ચંદ્રાની અજાણ્યા હુમલાખોરોએ ઘાતકી હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે તણાવ અને આક્રોશ ફાટી નીકળ્યો છે.

App Store

જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, બુધવારે મોડી સાંજે જ્યારે ચંદ્રા કોલકાતાના એક વ્યસ્ત વિસ્તારમાં હતા, ત્યારે અચાનક હુમલાખોરોએ તેમને ઘેરી લીધા હતા. હુમલાખોરોએ કોઈપણ પ્રકારની વાતચીત કર્યા વિના તેમને નિશાન બનાવીને અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીઓ સીધી ચંદ્રાના શરીરના મહત્ત્વના અંગોમાં વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

શુભેન્દુ અધિકારી સાથેનો સંબંધ
મૃતક ચંદ્રા છેલ્લા 10થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે પડછાયાની જેમ જોડાયેલા હતા. તેઓ અધિકારીના અત્યંત વિશ્વાસુ અને નજીકના સાથી માનવામાં આવતા હતા. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં અને પક્ષના પ્રચાર અભિયાનમાં ચંદ્રા મહત્વની વહીવટી અને વ્યૂહાત્મક જવાબદારીઓ સંભાળી રહ્યા હતા. તેમની હત્યા એ શુભેન્દુ અધિકારી અને ભાજપ માટે વ્યક્તિગત અને રાજકીય રીતે મોટો ફટકો માનવામાં આવે છે.

પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ કોલકાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને વિસ્તારમાં નાકાબંધી કરી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ રાજકીય અદાવત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપના નેતાઓએ આ ઘટનાની તટસ્થ તપાસ અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.