Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP women workers protest in Delhi over Women's Reservation Bill

VIDEO : ભાજપના મહિલા કાર્યકરોની દિલ્હીમાં ધમાલ, રાહુલ ગાંધીના ઘર પાસે પૂતળા બાળ્યાઃ પોલીસે કરી અટકાયત

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહિલા અનામત બિલ પસાર ન થઈ શકતા ભાજપે હવે રસ્તા પર ઉતરીને વિપક્ષને ઘેરવાની રણનીતિ અપનાવી છે. શનિવારે ભાજપના સાંસદો હેમા માલિની, બાંસુરી સ્વરાજ અને કમલજીત સેહરાવતની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ઘર તરફ કૂચ કરી હતી. સૂત્રોચ્ચાર સાથે રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું હતું. પોલીસે ટોળાને વિખેરવા માટે પાણીનો મારો કર્યો હતો.

App Store

ભાજપ નેતાઓની પોલીસે અટકાયત કરી 

દેખાવકારોને વિખેરવા માટે દિલ્હી પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે, સાંસદ બાંસુરી સ્વરાજ અને કમલજીત સેહરાવતની અટકાયત કરવામાં આવી હતી.કાળી પટ્ટીઓ બાંધીને મહિલા નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા કે, ફૂલ નહીં ચિંગારી હૈ, હમ ભારત કી નારી હૈ.

ભાજપનું પોસ્ટર વોર

ભાજપે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને ‘ધોખેબાઝ’ ગણાવતું પોસ્ટર શેર કર્યું છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોકે મહિલાઓને 33 ટકા અનામત મળતા રોકીને દેશની અડધી વસ્તી સાથે વિશ્વાસઘાત કર્યો છે.