VIDEO: રામચંદર રાવની નજરકેદ સામે BJP વિરોધ
સોર્સ : gstv
તેલંગાણાના હૈદરાબાદમાં BJP દ્વારા તેલંગાણા BJP પ્રમુખ રામચંદર રાવની નજરકેદના વિરોધમાં પ્રદર્શન યોજાયું. BJP નેતાઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રદર્શન દરમિયાન રામચંદર રાવને નજરકેદ કરવામાં આવ્યા હોવાના મુદ્દે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. BJP નેતાઓએ આ કાર્યવાહીને લઈને સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા અને રામચંદર રાવને મુક્ત કરવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શનમાં BJP નેતા બંદારુ વિજયલક્ષ્મી, તેલંગાણા BJP મહિલા મોરચાના પ્રમુખ ડૉ. શિલ્પા રેડ્ડી, ગૌતમ રાવ અને મહેશ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. નેતાઓએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતાં સરકારની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઘટનાના દૃશ્યો સામે આવ્યા છે.

