VIDEO: સંસદ સત્ર ન ચાલવા મામલે ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદના રાહુલ ગાંધી પર પ્રહાર
સોર્સ : gstv
સંસદના ચોમાસુ સત્રમાં લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવેલા, સતત હોબાળાને કારણે આ વખતે ચોમાસુ સત્રની મોટાભાગે સંસદીય કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.ત્યારેભાજપ સાંસદ રવિશંકર પ્રધાને સંસદનું ચોમાસું સત્ર નિરર્થક જવા માટે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષના નેતાના અહંકાર અને ઉદ્દંડતાને કારણે સત્ર બરબાદ થયું. રાહુલ ગાંધી વડાપ્રધાન આવાસના ગેટે બેસી ગયા હતા, જે તેમની અપરિપક્વતા દર્શાવે છે. આ પ્રકારનું અનિયમિત વર્તન સંસદીય લોકશાહી માટે યોગ્ય નથી અને દેશની જનતા આ બેજવાબદાર રાજનીતિને બરાબર ઓળખે છે.

