VIDEO: વંદે માતરમ પર ભાજપ-કોંગ્રેસ આમને-સામને: સોનિયા ગાંધીના ઈશારા પાછળની અસલી કહાની જાણી ચોંકી જશો!
કોંગ્રેસ મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને CPP ચેરપર્સન સોનિયા ગાંધી વચ્ચે થયેલી વાતચીત અંગે ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પર કોંગ્રેસ સાંસદ મનોજ કુમારે સ્પષ્ટતા કરી છે. તેમણે ભાજપના આરોપોને ફગાવી દેતાં કહ્યું કે ભાજપ અસલ મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
મહાપુરુષોના ઐતિહાસિક નિર્ણયનો ઉલ્લેખ
મનોજ કુમારે જણાવ્યું કે આપણા દેશના મહાપુરુષો અને રાષ્ટ્રીય નેતાઓએ ઐતિહાસિક રીતે ‘વંદે માતરમ’ની પ્રથમ બે પંક્તિઓનું ગાન કરવાનું નક્કી કર્યું હતું. સોનિયા ગાંધી માત્ર તે સંદર્ભે જ માહિતી આપી રહ્યા હતા, જેની અન્ય લોકોને પણ જાણ નહોતી. તેમણે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસે વંદે માતરમનું કોઈ અપમાન કર્યું નથી. તાજેતરમાં સંસદમાં પણ સમગ્ર વંદે માતરમ સંપૂર્ણપણે ગાવામાં આવ્યું હતું અને નેતાના ઈશારા છતાં તેને અધવચ્ચે અટકાવ્યા વિના પૂરું કરવામાં આવ્યું હતું.
સાંસદે ઉમેર્યું કે ભાજપ દ્વારા લગાવવામાં આવી રહેલા અપમાનના આક્ષેપો બિનજરૂરી છે અને તે માત્ર વાસ્તવિક સમસ્યાઓ તેમજ મુખ્ય મુદ્દાઓ પરથી દેશનું ધ્યાન ભટકાવવાની રાજનીતિનો એક ભાગ છે.

