VIDEO: ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે બે મહત્વપૂર્ણ ઉમેદવારોની જાહેરાત..પશ્ચિમ બંગાળથી અભિનેત્રી રુકમિણી મલ્લિક મલ્લિક ઉમેદવાર
ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે બે મહત્વપૂર્ણ ઉમેદવારોની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળથી જાણીતી બંગાળી અભિનેત્રી રુકમિણી મલ્લિક ઉર્ફે કોયલ મલ્લિકને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, કોયલ મલ્લિક પહેલાં તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ હતા અને એપ્રિલ મહિનામાં શપથ લીધા બાદ તેમણે જુલાઈના ચોમાસુ સત્ર પહેલાં જ સાંસદ પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ ભાજપમાં જોડાતાં પાર્ટીએ તેમને બંગાળથી પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. તો ઉત્તરાખંડથી નૈનિતાલ જિલ્લાના પૂર્વ પ્રમુખ દિનેશ આર્યને તક આપી છે, જેને આગામી વિધાનસભા ચૂંટણી માટે ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. રાજ્યસભાની ૧૨ ખાલી પડેલી બેઠકો માટે ૧૬ ઓક્ટોબરે મતદાન અને મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ૧૦ તેમજ ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળની ૧-૧ બેઠકનો સમાવેશ થાય છે.

