જમ્મુમાં પૂર્વ CM ફારુક અબ્દુલ્લા પર જીવલેણ હુમલો, લગ્ન પ્રસંગ બાદ હુમલાખોરે ગોળીબાર કર્યું, આરોપી ઝડપી લેવાયો
Jammu Farooq Abdullah Attack: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ડૉ. ફારુક અબ્દુલ્લા આજે (11 માર

Jammu Farooq Abdullah Attack: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ડૉ. ફારુક અબ્દુલ્લા આજે (11 માર્ચ, 2026) એક મોટી જાનહાનીમાંથી આબાદ બચી ગયા છે. જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપી પરત ફરી રહેલા અબ્દુલ્લા પર અચાનક ગોળીબાર થતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
જાણો આખો ઘટનાક્રમ
ડૉ. ફારુક અબ્દુલ્લા તેમની જ પાર્ટીના એક વકીલ કાર્યકર્તાના પુત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. બેન્ક્વેટ હોલમાં આશરે એક કલાક સુધી રોકાયા બાદ, જ્યારે તેઓ કાર્યક્રમ પૂર્ણ કરી હોલમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે જ તેમના પર ફાયરિંગ થયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર હોલની બહાર ઝાડીઓમાં છુપાઈને બેઠો હતો અને અબ્દુલ્લા બહાર આવતાની સાથે જ તેણે નિશાન સાધ્યું હતું.
પોલીસની ત્વરિત કાર્યવાહી
ફાયરિંગ થતાની સાથે જ અબ્દુલ્લાના સુરક્ષાકર્મીઓએ તેમને સુરક્ષિત કવચ પૂરું પાડ્યું હતું અને વળતી કાર્યવાહી કરતા હુમલાખોરને તુરંત જ ઝડપી પાડ્યો હતો. આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પૂછપરછમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ હુમલા પાછળનો મુખ્ય હેતુ શું હતો. સુરક્ષા એજન્સીઓ અત્યારે હોલની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે જેથી હુમલાખોરની હિલચાલ વિશે વધુ ટેક્નોલૉજી આધારિત માહિતી મેળવી શકાય.








