VIDEO: બિહારના આરોગ્ય મંત્રીએ આરતી કરી
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના વારાણસીમાં બિહારના આરોગ્ય મંત્રી નિશાંત કુમારે પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર આયોજિત ભવ્ય ગંગા આરતીમાં ભાગ લીધો હતો. તેમણે માતા ગંગાની પૂજા-અર્ચના કરી દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ગંગા સેવા નિધિ દ્વારા મંત્રીનું વસ્ત્ર અને સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે આ ક્ષણને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું.

