VIDEO: બિહારના સહરસામાં શાળાના મધ્યાહન ભોજનમાં મૃત ગરોળી મળી
સોર્સ : gstv
બિહારના સહરસા જિલ્લામાં શાળાના મધ્યાહન ભોજનમાં મૃત ગરોળી મળી આવતા અનેક બાળકોની તબિયત લથડી હોવાનો અહેવાલ છે. વાલીઓના આક્ષેપ મુજબ, ભોજનની ગુણવત્તા અંગે અગાઉ પણ અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. ઘટના સમયે આશરે 9થી 10 બાળકોએ ભોજન લીધું હતું, ત્યારબાદ તેમની તબિયત બગડી હોવાનું જણાવાયું છે. વાલીઓએ શાળાના ભોજનની ગુણવત્તા અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

