VIDEO: બાળકની કસ્ટડી બાબતે મધ્યપ્રદેશ હાઈકોર્ટનો મોટો ચુકાદો: ફક્ત બાળકની પસંદગી જ સર્વોપરી નથી
સોર્સ : gstv
મધ્યપ્રદેશ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાળક કયા વાલી સાથે રહેવું જોઈએ તેનો નિર્ણય માત્ર તેની પસંદગીના આધારે ન લઈ શકાય, પરંતુ બાળકના શ્રેષ્ઠ હિત અને કલ્યાણને ધ્યાનમાં રાખવું અનિવાર્ય છે. આ મહત્ત્વના અવલોકન સાથે અદાલતે ૧૨ વર્ષના બાળકની કસ્ટડી તેની માતાને સોંપી છે. પિતા અભિષેક સિંહે ફેમિલી કોર્ટના આદેશ વિરુદ્ધ અરજી કરી હતી, જેમાં પિતાએ બાળકની ઈચ્છા અને મુલાકાતના અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. સામે પક્ષે માતાએ યોગ્ય સંભાળ અને શિક્ષણની દલીલ કરી હતી, જેને ગ્રાહ્ય રાખી અદાલતે આ નિર્ણય આપ્યો છે.

