Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A 4-year-old innocent child tragically died after the dilapidated gate of Shri Mahavir Palace collapsed in Sachin area.

VIDEO: સચિન વિસ્તારમાં શ્રી મહાવીર પેલેસનો જર્જરિત ગેટ ધરાશાયી થતાં 4 વર્ષના માસૂમ બાળકની કરુણ મોત

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં આવેલ શ્રી મહાવીર પેલેસમાં સર્જાયેલી એક અત્યંત દુઃખદ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. અહીં રહેતા 4 વર્ષીય સની કુમાર નામના બાળક પર પેલેસનો મુખ્ય લોખંડી ગેટ અચાનક ધરાશાયી થતાં તેનું ઘટનાસ્થળે જ કમનસીબ મોત નીપજ્યું હતું. મૃતક બાળક તેની માતા સાથે આશરે બે મહિના પહેલા જ સુરત રહેવા આવ્યો હતો. સ્થાનિક રહીશોના ગંભીર આક્ષેપો મુજબ, આ મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો અને તેના સમારકામ માટે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી, છતાં તંત્ર કે સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ દુર્ઘટના બાદ પેલેસના સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું સામે આવતા અનેક શંકાઓ સેવાઈ રહી છે. હવે સ્થાનિકો દ્વારા આ ગંભીર બેદરકારી બદલ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

App Store