Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Big crack in the stock market for the third day in a row

VIDEO: શેરબજારમાં સતત ત્રીજા દિવસે મોટો કડાકો

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે મોટો કડાકો બોલી ગયો..આજે પણ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 620 પોઈન્ટ ઘટતા રોકાણકારોને નવી મંદીનો ભય સતાવી રહ્યો છે. ગઈકાલે 1200 પોઈન્ટ તૂટયા બાદ આજે પણ બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી...સવારથી જ સેન્સેક્સ અને નિફ્ટી રેડ નિશાનમાં ખુલ્યા હતા. બજારમાં સતત ઘટાડાનું કારણ ક્રૂડ ઓઈલના સતત વધતા ભાવ છે. ક્રૂડ આજે વધુ 2 ટકા વધીને 107 ડોલર પર પહોંચી ગયુ છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડનો આયાતકાર દેશ છે અને ક્રૂડમાં નજીવી હલચલ પણ ભારતના વિદેશી હુંડીયામણ અને અર્થતંત્ર પર મોટી અસર કરે છે..આ સ્થિતિમાં ક્રૂડના સતત વધી રહેલા ભાવ ભારતીય અર્થતંત્ર માટે મોટી ચિંતાનું કારણ બન્યા છે. જેની સીધી અસર ભારતીય બજાર પર પડી રહી છે..સેન્સેક્સ 72 હજાર 100ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 180 પોઈન્ટનું ગાબડું પડયુ છે. છેલ્લી ત્રણ શેસનમાં સેન્સેક્સ 3 હજાર પોઈન્ટ ઘટી ચૂક્યો છે.

App Store