Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Big claim of Election Commission amid opposition dharna in Delhi; Says‘ no time sought to meet ’

દિલ્હીમાં વિપક્ષના ધરણાં વચ્ચે ચૂંટણી પંચનો મોટો દાવો; કહ્યું- ‘મળવા માટે સમય માંગ્યો જ નથી’

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
દિલ્હીમાં વિપક્ષના ધરણાં વચ્ચે ચૂંટણી પંચનો મોટો દાવો; કહ્યું- ‘મળવા માટે સમય માંગ્યો જ નથી’
સોર્સ : gstv

દિલ્હીમાં આજે INDIA ગઠબંધનના નેતાઓએ SIR વિવાદ અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી નેતાઓ ચૂંટણી કમિશનરને મળવાની માગ સાથે આકાશવાણી ભવન બહાર ધરણા પર બેસી રહ્યા હતા. આ દરમિયાન ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે વિપક્ષ તરફથી મુલાકાત માટે નિયમ મુજબ કોઈ સત્તાવાર વિનંતી કરવામાં આવી નહોતી.

image.png

App Store

મીડિયા અને પોલીસ દ્વારા મળી મુલાકાતની માહિતી : EC

ચૂંટણી પંચે એક પ્રેસ નોટ જાહેર કરીને જણાવ્યું કે, વિપક્ષી દળોના વિરોધ માર્ચ અને મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું હતું કે કેટલાક સાંસદો પંચને મળવા માંગે છે. પંચના જણાવ્યા મુજબ, આજે સાંજે 4:00 વાગ્યા સુધી કોઈપણ પક્ષ કે પ્રતિનિધિમંડળે મુલાકાત માટે સમય માંગ્યો નહોતો. ત્યારબાદ સાંજે આશરે 4:00 વાગ્યે દિલ્હી પોલીસ મારફતે જાણ થઈ કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં સાંસદોનું એક જૂથ ચૂંટણી પંચને મળીને આવેદનપત્ર આપવા માંગે છે.

બેઠક માટેના નક્કી કરેલા નિયમો

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે વર્ષ 2025માં રાજકીય પક્ષો સાથેની બેઠકો માટે એક ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી હતી, જેની જાણ તમામ પક્ષોને અગાઉથી જ કરી દેવામાં આવી છે. નિયમ મુજબ, જ્યારે પણ કોઈ પક્ષ કે સંયુક્ત પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળવા માંગતું હોય, ત્યારે અધિકૃત પ્રતિનિધિ દ્વારા પહેલાથી સમય માંગવો પડે છે અને મુલાકાતનો હેતુ સ્પષ્ટ કરવો પડે છે.

ચૂંટણી પંચે પ્રસ્તાવને ગણાવ્યો અસામાન્ય

જ્યારે ચૂંટણી પંચ સાંજે 4:00 વાગ્યા પછી સાંસદોના આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું હતું, ત્યારે દિલ્હી પોલીસના DCP મારફતે નવી વિગત સામે આવી કે, આ બેઠક અંદાજે 240 સાંસદો સાથે થવાની છે. આ ઉપરાંત બેઠક માટે સંસદ ભવનનું 'એનેક્સી' ભવન નક્કી કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે આ માંગણીને અત્યંત અસામાન્ય ગણાવી હતી, કારણ કે આવા પ્રસ્તાવ સંસદ ભવન તરફથી આવવા જોઈએ અને નિયમ પ્રમાણે આવી તમામ સત્તાવાર બેઠકો ચૂંટણી પંચની પોતાની કચેરીમાં જ યોજાતી હોય છે.

વિપક્ષી સાંસદોએ પંચનો પ્રસ્તાવ નકાર્યો

ચૂંટણી પંચે એવો પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે સાંસદોનું આવેદનપત્ર સ્વીકારવા માટે પંચના સૌથી વરિષ્ઠ અધિકારીને તે સ્થળે મોકલી શકાય છે. જોકે, વિરોધ પ્રદર્શન કરી રહેલા સાંસદોએ આ દરખાસ્ત પણ ફગાવી દીધી હતી.

લોકશાહી પ્રક્રિયા અને પ્રોટોકોલનું સન્માન

ચૂંટણી પંચે અંતમાં જણાવ્યું કે તેઓ દેશની સંસદીય વ્યવસ્થા, લોકશાહી પ્રક્રિયાઓ અને પોતાના પ્રોટોકોલનું સંપૂર્ણ સન્માન કરે છે. કોઈપણ રાજકીય પક્ષ નિયત પ્રક્રિયા મુજબ મુલાકાતનો સમય માંગી શકે છે અને પંચ પોતાના શેડ્યૂલ મુજબ સમય ફાળવવા તૈયાર રહે છે.