Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bhoomi Pujan of Panchayatan Mandir held at Omkareshwar

VIDEO: ઓમકારેશ્વરમાં પંચાયતન મંદિરનું ભૂમિપૂજન યોજાયું

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ખંડવા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઓમકારેશ્વર સ્થિત 'એકાત્મ ધામ' ખાતે ભવ્ય પંચાયતન મંદિરનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કર્યું હતું. સંતો અને વિદ્વાન આચાર્યોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ૪૫ પવિત્ર શિલાઓનું પૂજન કરીને મંદિર નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  આ મંદિર પ્રાચીન નાગર શૈલીમાં ૮૦ હજાર ઘન ફૂટ ગુલાબી બલુઆ પથ્થરથી બનાવવામાં આવશે. તેમાં ભગવાન શિવની સાથે વિષ્ણુ, સૂર્ય, ગણેશ અને શક્તિના ઉપ-મંદિરો પણ સ્થાપિત કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ આદિ શંકરાચાર્યની સનાતન પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા બદલ ધન્યતા વ્યક્ત કરી હતી

App Store