VIDEO: વિધાનસભા ચૂંટણી પહેલાં યોગી સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં યોગી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મંગળવારે મળેલી યોગી કેબિનેટની બેઠકમાં ખેડૂતોને 6 ટકા વાર્ષિક વ્યાજ દરે 6 લાખ રૂપિયા સુધીની લાંબા ગાળાની લોન આપવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ લોન યુપી સહકારી ગ્રામ વિકાસ બેંક મારફતે આપવામાં આવશે. યોજના હેઠળ સરકાર 5 ટકા વ્યાજનો ખર્ચ ઉઠાવશે, જ્યારે લઘુ અને સીમાંત ખેડૂતોને વ્યાજમાં છૂટ મળશે. અગાઉ ખેડૂતોને 11.5 ટકા સુધીના વ્યાજ દરે લોન લેવી પડતી હતી. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોંઘા વ્યાજમાંથી રાહત મળવાની અને ઓછા વ્યાજે લોન મેળવવાની સુવિધા મળશે. યોજનાથી સરકાર પર આશરે 38.4 કરોડ રૂપિયાનો બોજ પડશે.

