VIDEO: રાષ્ટ્રપતિને મળતા પહેલા રાહુલ ગાંધીએ સેન્ટ્રલ હોલમાં નેહરુના પહેલા ભાષણને યાદ કર્યું
સોર્સ : gstv
ચૂંટણી પંચની કામગીરી સામે પોતાના વિરોધ અને ચિંતાઓ વ્યક્ત કરવા માટે INDIA ગઠબંધનના સાંસદો સંસદના સેન્ટ્રલ હોલ ખાતે એકઠા થયા હતા. આ પ્રસંગે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સંસદના સેન્ટ્રલ હોલમાંથી ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જવાહરલાલ નેહરુ દ્વારા આપવામાં આવેલા પ્રખ્યાત ભાષણને યાદ કરતા કહ્યું કે, નેહરુજીએ કહ્યું હતું કે, આ ભારત, સમગ્ર એશિયા અને વિશ્વ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. પૂર્વમાં આઝાદીનો એક નવો તારો ઉગ્યો છે, એક નવી આશાનો જન્મ થયો છે અને લાંબા સમયથી સેવેલું સ્વપ્ન સાકાર થયું છે. ભગવાન કરે કે આ તારો ક્યારેય આથમે નહિ અને આ આશા ક્યારેય તૂટે નહિ...

