Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Became an MP in April and resigned in July! This famous actress resigned, Mamata Banerjee's party in Bengal!

VIDEO: એપ્રિલમાં સાંસદ બન્યા અને જુલાઈમાં રાજીનામું! આ જાણીતી અભિનેત્રીએ આપ્યું રાજીનામું, બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટૂટી!

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં મોટું ભંગાણ પડ્યું છે. પક્ષના મોટાભાગના સાંસદો અને ધારાસભ્યો પાર્ટીથી અંતર જાળવી રહ્યા છે, જેમાં કેટલાક નેતાઓએ નવો જૂથ બનાવ્યો છે તો કેટલાકે અન્ય પક્ષો સાથે જોડાણ કરી લીધું છે. આ દરમિયાન ગુરુવારે મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાજ્યસભા સાંસદ અને જાણીતી અભિનેત્રી કોયલ મલિકે પોતાના પદ પરથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. જોકે, તેમણે એક મહિના પહેલા જ રાજીનામાની જાહેરાત કરી દીધી હતી, પરંતુ આજે તેમણે સત્તાવાર પત્ર મોકલી આપ્યો છે.

App Store

માત્ર થોડા જ મહિનામાં આપ્યું રાજીનામું
મમતા બેનર્જીએ ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં જ કોયલ મલિકને રાજ્યસભામાં મોકલ્યા હતા. પરંતુ આ પદ સંભાળ્યાના ગણતરીના મહિનાઓમાં જ તેમણે રાજીનામું ધરી દીધું છે. કોયલ મલિક અગાઉ સુષ્મિતા દેવ અને સુખેન્દુ શેખર જેવા દિગ્ગજ નેતાઓએ પણ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું, જેઓ બાદમાં ભાજપમાં જોડાયા હતા અને ફરીથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા હતા.

વિધાનસભા ચૂંટણીની હાર બાદ મમતા બેનર્જીના નજીકના ગણાતા નેતાઓ એક પછી એક સાથ છોડી રહ્યા છે. લોકસભામાં ૨૦ થી વધુ સાંસદો કાકોલીના નેતૃત્વવાળા જૂથ સાથે એનસીપીઆઈ (NCPI) માં જોડાઈ ચૂક્યા છે, જ્યારે ૬૦ થી વધુ ધારાસભ્યો પણ મમતાનો સાથ છોડી ગયા છે. તાજેતરમાં જ પક્ષના વરિષ્ઠ નેતા મદન મિત્રાએ પણ ટીએમસીમાંથી રાજીનામું આપીને બળવાખોર જૂથનો હાથ પકડ્યો છે.

બળવાખોર જૂથમાં જોડાયા મદન મિત્રા
ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના અત્યંત નજીકના ગણાતા અને કામરહાટીના ધારાસભ્ય મદન મિત્રા બુધવારે વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીની આગેવાની હેઠળના બળવાખોર જૂથમાં સામેલ થયા છે. મદન મિત્રાએ જાહેરાત કરી છે કે તેઓ મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસની તમામ રાષ્ટ્રીય અને સંગઠનાત્મક સમિતિઓમાંથી રાજીનામું આપી રહ્યા છે. આ ઉપરાંત, તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પાર્ટીના મુખ્ય દંડક (ચીફ વ્હીપ) પદેથી પણ તત્કાલ પ્રભાવથી રાજીનામું આપી દીધું છે.

'મેં મારો રૂમ બદલ્યો છે, મકાન નહીં'
પક્ષની અંદર ચાલી રહેલા આ આંતરિક વિદ્રોહને મમતા બેનર્જીના જૂથ માટે ખૂબ જ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. બળવાખોર નેતા ઋતબ્રત બેનર્જી સાથેની મુલાકાત બાદ મદન મિત્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે, "મેં મારો રૂમ બદલ્યો છે, મકાન નહીં. હું હજી પણ તૃણમૂલ કોંગ્રેસનો જ એક ભાગ છું." તેમણે પ્રતીકાત્મક રીતે ઉમેર્યું કે, "કદાચ પેલા રૂમમાં આરામદાયક પલંગ હતો, જ્યારે આ રૂમમાં માત્ર એક ખાટલો છે અને મેં ખાટલાની પસંદગી કરી છે." તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે મમતા બેનર્જીના જૂથમાં કોઈ સંગઠનાત્મક જવાબદારી નહીં સંભાળે, પરંતુ ટીએમસીના ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે.