VIDEO: ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ભારત માટે આર્થિક મોરચે સારા સમાચાર, એપ્રિલમાં GST કલેક્શન ₹2.40 લાખ કરોડને પાર
સોર્સ : GSTV
મધ્ય પૂર્વમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને 126 ડોલરને પાર કરી ગયેલા ક્રૂડ ઓઈલના ભાવ વચ્ચે ભારત માટે આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. 1 મે 2026ના રોજ જાહેર થયેલા આંકડા મુજબ, એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન 2.43 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિના કરતા 8.7% વધુ છે. ગત વર્ષે એપ્રિલમાં આ આંકડો 2.23 લાખ કરોડ હતો. નેટ GST આવક પણ 7.3% વધીને 2.11 લાખ કરોડ થઈ છે. વૈશ્વિક અસ્થિરતા અને હોર્મુઝની કટોકટી હોવા છતાં, આ આંકડા ભારતીય અર્થતંત્રની મજબૂત ગતિ અને વેપાર પર તેની નહિવત અસર સૂચવે છે, જે નવા નાણાકીય વર્ષ માટે આશાસ્પદ સંકેત છે.

