Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bastar's notorious Naxalite female commander Sujata surrenders

બસ્તરમાં આતંક મચાવનાર નક્સલી કમાન્ડર સુજાતાનું સરેન્ડર, 1 કરોડ રૂપિયાનું માથે હતું ઈનામ

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2025
લાઇવ ટીવીGoogle News
બસ્તરમાં આતંક મચાવનાર નક્સલી કમાન્ડર સુજાતાનું સરેન્ડર, 1 કરોડ રૂપિયાનું માથે હતું ઈનામ
સોર્સ : GOOGLE

છત્તીસગઢમાં સુરક્ષા દળોના વધતા દબાણ અને સતત નક્સલ વિરોધી કાર્યવાહીને પગલે કુખ્યાત મહિલા નક્સલી સુજાતાએ સરેન્ડર કર્યું છે. સુજાતાના માથા પર એક કરોડનું ઇનામ હતું. છત્તીસગઢના નક્સલી મોરચામાં સુરક્ષા દળોએ સખ્ત કાર્યવાહી કરી છે. બસ્તર વિભાગમાં નક્સલીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાન વચ્ચે સુજાતાની શરણાગતિએ માઓવાદી સંગઠનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. સુજાતા ઘણા વર્ષોથી દક્ષિણ બસ્તરમાં સક્રિય હતી અને નક્સલીઓના દક્ષિણ સબ ઝોન બ્યુરો ઇન્ચાર્જ રહી ચૂકી છે. સુજાતા પર એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

App Store

 કુખ્યાત નક્સલી કમાન્ડર કિશનજીની પત્ની 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુજાતાએ તેલંગાણામાં આત્મસમર્પણ કર્યું છે. તેની શરણાગતિએ માઓવાદી સંગઠનને મોટો ફટકો પડ્યો છે. આ શરણાગતિ નક્સલી સંગઠન માટે મનોબળ ઘટાડનારું સાબિત થશે. સુજાતા કુખ્યાત નક્સલી કમાન્ડર કિશનજીની પત્ની છે, જે થોડા વર્ષો પહેલા પશ્ચિમ બંગાળમાં એન્કાઉન્ટર દરમિયાન માર્યા ગયા હતા. આત્મસમર્પણ કરનાર સુજાતા પોતે સીસી સભ્ય છે અને ઘણા રાજ્યોમાં તેના માથે લાખોનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
 
દક્ષિણ બસ્તરમાં સક્રિય હતી સુજાતા 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુજાતા લાંબા સમયથી છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સક્રિય રહી મોટા હુમલાઓનું કાવતરું ઘડવામાં સામેલ હતી. છત્તીસગઢમાંથી નક્સલવાદને નાબૂદ કરવાના અભિયાનમાં સુજાતાના શરણાગતિને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. છત્તીસગઢમાં સુરક્ષા દળો દ્વારા નક્સલ વિરોધી કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આ વખતે ચોમાસા દરમિયાન પણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન ટોચના માઓવાદીઓ એન્કાઉન્ટરમાં સતત માર્યા જઈ રહ્યા છે.

માઓવાદી સંગઠનને સતત ઝટકો

છત્તીસગઢમાં માઓવાદી સંગઠનોને એક પછી એક સતત ઝટકા લાગી રહ્યા છે. બે દિવસ અગાઉ છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં પોલીસ એન્કાઉન્ટરમાં નક્સલી સીસી સભ્ય મનોજ ઉર્ફે બાલકૃષ્ણ સહિત કુલ 10 નક્સલીઓ માર્યા ગયા હતા. મનોજના માથે એક કરોડનું ઇનામ હતું. ગારિયાબંદમાં માર્યા ગયેલા તમામ 10 નક્સલીઓ પર 2.40 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. બે દિવસ અગાઉ બીજાપુર જિલ્લામાં બે નક્સલીઓ ઠાર મરાયા હતા. નક્સલીઓની ઓળખ હિદમા પોડિયમ અને મુન્ના મડકમ તરીકે થઈ હતી. બંને પર 8 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર સ્થળ પરથી પ્રતિબંધિત નક્સલી સંગઠનની 303 રાઇફલ, 12 બોરની બંદૂક, વિસ્ફોટકો અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.