VIDEO: મુંબઈમાં ઓટો અને ટેક્સીના ભાડામાં વધારો, જાણો શું કારણ
સોર્સ : gstv
મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સીએનજીના ભાવમાં વધારો થતાં ઓટો-રિક્ષા અને કાળી-પીળી ટેક્સીના ભાડામાં અનુક્રમે ૧ અને ૨ રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે. આ ફેરફાર બાદ મુસાફરોએ પ્રથમ દોઢ કિલોમીટર માટે ઓટોના ૨૭ અને ટેક્સીના ૩૩ રૂપિયા ચૂકવવા પડશે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો ઝીંકાયા બાદ એમએમઆરટીએ દ્વારા આ નિર્ણય લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અઢાર મહિનાના લાંબા અંતરાલ બાદ ભાડામાં સુધારો કરાયો છે, જેનાથી દૈનિક મુસાફરી કરતા લાખો લોકોને આર્થિક ભારણ વેઠવું પડશે. હાલમાં આ વિસ્તારમાં ચાર લાખથી વધુ ઓટો અને પચાસ હજારથી વધુ ટેક્સીઓ નોંધાયેલી છે.

