VIDEO: 'અમને ડરાવવાનો પ્રયાસ, પણ ભાજપ ઝૂકશે નહીં!', ચંદીગઢમાં IED મળ્યા બાદ ભાજપ નેતા તરુણ ચુગનો હુંકાર
પંજાબના ફાઝિલ્કા ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે ચંદીગઢમાં તાજેતરમાં મળી આવેલા આઈઈડી (IED - ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) વિસ્ફોટક મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આવી ધમકીઓ કે ષડયંત્રોથી ભાજપ ડરવાનું નથી અને દેશવિરોધી તત્વો સામેની લડાઈ અવિરત ચાલુ રહેશે.
'ડ્રગ્સ અને ગેરવસૂલી સામે અવાજ ઉઠાવતા રહીશું'
તરુણ ચુગે વિરોધીઓ અને અસામાજિક તત્વો પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ચંદીગઢમાં વિસ્ફોટક સામગ્રી પ્લાન્ટ કરીને ભાજપને ડરાવવા અને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાર્ટીને ભલે ગમે તેટલી ધમકીઓ મળે, પરંતુ ભાજપ ડ્રગ્સ માફિયા, ખંડણીખોરો અને દેશવિરોધી પરિબળો સામે અવાજ ઉઠાવવાનું ક્યારેય બંધ નહીં કરે.
પંજાબને નશામુક્ત બનાવવાનો સંકલ્પ
તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ પંજાબને સંપૂર્ણપણે ડ્રગ્સમુક્ત (નશામુક્ત) અને પ્રગતિશીલ રાજ્ય બનાવવા માટે કટિબદ્ધ છે અને આ સંકલ્પને પૂર્ણ કરવા માટે દરેક સ્તરે પ્રયાસો ચાલુ રહેશે.

