મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: પોલીસની દાદાગીરી સામે સવાલ પૂછતાં પૂર્વ મંત્રી પર હુમલો? ચિલકલુરીપેટમાં YSRCP નેતા સાથે ઘર્ષણથી રાજકારણ ગરમાયું!

સોર્સ: gstv

આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં પૂર્વ મંત્રી અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના વરિષ્ઠ નેતા વિદાદલા રજની સાથે સ્થાનિક પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ચિલકલુરીપેટ રૂરલ સબ-ઇન્સ્પેક્ટર (SI) દ્વારા પૂર્વ મંત્રીને જમીન પર ધક્કો મારી પછાડી દેવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ ઘટના પૂર્વ મંત્રી વિદાદલા રજનીના નિવાસસ્થાન પાસે બની હતી. YSRCP નેતા અને યાદલાપાડુ ZPTC ઉમેદવાર પંડુલા બુલ્લાબ્બાઈ પૂર્વ મંત્રી વિદાદલા રજનીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રસ્તામાં જ અટકાવ્યા હતા. પોતાના નેતાને રોકવામાં આવતાં પૂર્વ મંત્રી રજની જાતે બહાર આવ્યા હતા અને પોલીસની આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે કોઈને તેમના નિવાસસ્થાને આવતા કયા આધારે રોકવામાં આવી રહ્યા છે?

પોલીસ અધિકારી પર ગંભીર આરોપ

પૂછપરછ દરમિયાન મામલો ગરમાયો હતો અને કથિત રીતે ચિલકલુરીપેટ રૂરલ એસઆઈએ આવેશમાં આવીને પૂર્વ મંત્રી વિદાદલા રજનીને જોરથી ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા. એક મહિલા અને પૂર્વ મંત્રી સાથે પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની કથિત ગેરવર્તણૂકને લઈને YSRCP કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને સમગ્ર પલનાડુ જિલ્લામાં રાજકીય માહોલ અત્યંત તંગ બની ગયો છે.

આ સમાચાર શેર કરો