VIDEO: દિલ્હીમાં સાયકલ સવારીમાં ખેલાડીઓ જોડાયા
સોર્સ : gstv
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ખાસ આવૃત્તિ તરીકે સન્ડેઝ ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ સાઇકલ રાઇડમાં અનેક ખેલાડીઓ અને રમતપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દેશભક્તિના રંગ સાથે યોજાયેલા કાર્યક્રમમાં સહભાગીઓએ સાઇકલ ચલાવી સ્વાસ્થ્ય અને ફિટનેસનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તિરંગા સાથે સાઇકલ સવારી કરતા લોકો પણ જોવા મળ્યા હતા. સ્વતંત્રતા દિવસના અવસરે યોજાયેલી આ વિશેષ સાયકલ રાઇડનો હેતુ લોકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ વધારવા સાથે દેશભક્તિની ભાવના મજબૂત કરવાનો હતો. ખેલાડીઓએ પણ લોકોને નિયમિત કસરત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

