VIDEO: દિલ્હીમાં વરસાદી માહોલ છવાયો
સોર્સ : gstv
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનનો મિજાજ અચાનક બદલાયો હતો , જેના પગલે દિલ્હીના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો . છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ઉકળાટ અને ભારે ગરમી વચ્ચે પડેલા આ વરસાદથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને આસપાસનું વાતાવરણ એકદમ આહ્લાદક બની ગયું હતું . વરસાદી માહોલ છવાઈ જવાને કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી , પરંતુ બીજી બાજુ મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પર ભારે અસર પડી હતી અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી . હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં પણ આકાશ વાદળછાયું રહેવાની અને હળવાથી મધ્યમ સ્વરૂપના વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી

