VIDEO: Assamના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પહોંચ્યા મા કામાખ્યાના શરણે; રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
સોર્સ : GSTV
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ગુવાહાટીમાં પવિત્ર મા કામાખ્યા મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. સીએમ સરમાએ મા કામાખ્યાના આશીર્વાદ લીધા અને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. નીલાચલ પહાડીઓ પર સ્થિત આ શક્તિપીઠ શ્રદ્ધાનું મોટું કેન્દ્ર છે, જ્યાં મુખ્યમંત્રી અવારનવાર દર્શન માટે આવતા હોય છે.તેમની આ મુલાકાત દરમિયાન સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યા હતા.

