Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 2 people tragically die in steamer blast in cold storage

VIDEO: Jammu-Kashmir / કોલ્ડ સ્ટોરેજમાં સ્ટીમર બ્લાસ્ટ થતાં 2 લોકોના કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં ફ્રૂટ મંડી વિસ્તારમાં આવેલા કોલ્ડ સ્ટોરેજ યુનિટમાં સ્ટીમર બ્લાસ્ટ થતાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ હાલમાં આ બ્લાસ્ટ પાછળના કારણોની તપાસ કરી રહી છે અને મશીનરીમાં ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

App Store