VIDEO: અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં CBIની અપીલ રદ કરવા કરી અરજી
સોર્સ : gstv
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે એક્સાઇઝ પોલિસી કેસમાં ટ્રાયલ કોર્ટના મુક્તિ આદેશ સામે CBI દ્વારા કરવામાં આવેલી અપીલને રદ કરવાની માંગ કરી છે…અરજીમાં દલીલ કરાઈ છે કે CBIએ ૫૦૦થી વધુ પાનાના આદેશના માત્ર ચાર કલાકની અંદર જ અપીલ દાખલ કરી દીધી હતી, જે તેમની અભૂતપૂર્વ ઉતાવળ દર્શાવે છે. નેતાઓના મતે એજન્સી આટલા ઓછા સમયમાં ચુકાદાના તર્કને સમજી શકી નથી, તેથી આ પિટિશન કાયદાકીય માપદંડો પર ખરી ઉતરતી નથી અને અપીલના રૂપમાં દાખલ કરાયેલી રિવિઝન પિટિશન છે.

