VIDEO: મુંબઈમાં ગણેશોત્સવ પૂર્વે 'પરેલ ચા રાજા'નું આગમન, દર્શન માટે ભક્તોની ભારે ભીડ!
સોર્સ : gstv
મુંબઈના પરેલ વિસ્તારમાં આગામી ગણેશોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર પૂર્વે જ મુંબઈમાં 'પરેલ ચા રાજા' તરીકે ઓળખાતા ગણપતિ બાપ્પાની મૂર્તિનું વાજતે ગાજતે આગમન થયું છે. 'પરેલ ચા રાજા'ના આગમન સમયે તેમને આવકારવા અને તેમના પ્રથમ દર્શન મેળવવા માટે મુંબઈના રસ્તાઓ પર હજારોની સંખ્યામાં ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી. ઢોલ-નગારા અને ગુલાલની છોળો વચ્ચે "ગણપતિ બાપ્પા મોર્યા"ના ગગનભેદી નારાઓ સાથે બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંડળના આયોજકો દ્વારા આ વર્ષે બાપ્પાની મૂર્તિને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. ભક્તોમાં બાપ્પાના આગમનને લઈને અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળે છે.

