મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: કાકીનાડામાં અર્ણવ વાવાઝોડા સામે તંત્ર સજ્જ

સોર્સ: gstv

આંધ્રપ્રદેશના કાકીનાડામાં 'અર્ણવ' વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર હરેન્દ્ર પ્રસાદે પૂર્વતૈયારીઓ અને જાહેર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે તમામ વિભાગના અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવા અને દરિયાકિનારાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા હતા. ઈમરજન્સી સેવાઓ, આશ્રયસ્થાનો અને રાહત સામગ્રીની વ્યવસ્થા પૂરી કરી લેવામાં આવી છે. કલેક્ટરે નાગરિકોને સુરક્ષિત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો