પહેલગામ હુમલાના બીજા દિવસે જ સેનાને મળી ગઇ હતી ખુલ્લી છૂટ;ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો ખુલાસો

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની કાર્યવાહી વિશે વિસ્તારથી જણાવ્યું છે. આર્મી ચીફે કહ્યું કે હુમલાના બીજા દિવસે જ સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી જેથી તે પોતાની રણનીતિ અને વિવેક અનુસાર કાર્યવાહી કરી શકે. જનરલ દ્વિવેદીએ કહ્યું કે 23 એપ્રિલે મળેલી બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું- 'હવે ઘણું થઇ ગયું.'
આ બેઠકમાં ત્રણેય સેના પ્રમુખ હાજર હતા અને સહમતિ બની કે નિર્ણાયક કાર્યવાહી કરવી જોઇએ. સેના પ્રમુખે કહ્યું કે, 'પ્રથમ વખત અમે આ રીતનો રાજકીય આત્મવિશ્વાસ,સ્પષ્ટતા અને દિશા જોઇે, જેને આપણા કમાન્ડરોનું મનોબળ વધાર્યું.'
ઓપરેશન સિંદૂરમાં સાત આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા
25 એપ્રિલે સેના પ્રમુખે ઉત્તરી કમાનનો પ્રવાસ કર્યો હતો જ્યાં વિસ્તૃત યોજના પર કામ થયું હતું. 9માંથી સાત મુખ્ય આતંકી ઠેકાણાને પ્રાથમિકતા આપવામાં આવી. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સક્રિય આતંકવાદી ઢાંચાને નષ્ટ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ સાત લક્ષ્યોને નષ્ટ કરવામાં આવ્યા અને મોટી સંખ્યામાં આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
PM મોદી સાથે સેના પ્રમુખની યોજાઇ હતી બેઠક
પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેના પ્રમુખની પ્રથમ બેઠક 29 એપ્રિલે યોજાઇ હતી. જનરલ દ્વિવેદીએ કહ્યું, 'ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નહતું પણ આ આખા દેશને જોડનારૂ અભિયાન હતું. આ કારણ હતું કે લોકો પૂછી રહ્યાં હતા-તમે કેમ અભિયાન રોક્યું? અને આ સવાલનો પુરો જવાબ આપવામાં આવ્યો હતો.'
હુમલાના 15 દિવસ બાદ 7 મેએ ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ અનુસાર, આ ઓપરેશનમાં પાકિસ્તાનના 5 યુદ્ધ વિમાન અને એક મોટો એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ (AEW\&C) વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. 100થી વધારે આતંકીઓને પાકિસ્તાન અને PoKમાં ઢેર કરવામાં આવ્યા હતા.
ઓપરેશન સિંદૂરને તાજેતરના વર્ષોમાં સૌથી સચોટ અને સફળ જવાબી સૈન્ય કાર્યવાહી માનવામાં આવી રહી છે. સેના પ્રમુખ અનુસાર, સ્પષ્ટ રાજકીય સમર્થન અને ત્રણેય સેનાઓની સંયુક્ત યોજનાએ તેને શક્ય બનાવી હતી.

