Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The terrorists killed in 'Operation Mahadev' were not the Pahalgam attackers

પહેલગામના આતંકવાદીઓની ઓળખ અંગે સંરક્ષણ મંત્રાલયનો મોટો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
પહેલગામના આતંકવાદીઓની ઓળખ અંગે સંરક્ષણ મંત્રાલયનો મોટો ખુલાસો
સોર્સ : Google
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદથી સતત તેની ચર્ચા ચાલી રહી છે. આતંકીઓને સબક શિખવાડતા આતંકીઓના ઠેકાણા ઉપર ભારતે ઓપરેશન સિંદૂર થકી બદલો લીધો હતો. ત્યાર બાદ પહેલગામમાં ધર્મ પૂછીને ગોળીઓ ચલાવનારા આતંકીઓનું ઓપરેશન મહાદેવ થકી ઢીમ ઢાળી દેવામાં આવ્યું. તેવી રજૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કરી હતી. આ સંદર્ભે રક્ષા મંત્રાલયે એક પ્રેસનોટ જાહેર કરી છે, જે આ લિંકમાં વાંચી શકાશે.

App Store
 
 
જણાવી દઈએ કે લોકસભામાં પણ ઓપરેશન સિંદૂરનો મુદ્દો ગાજ્યો હતો. લોકસભામાં આ મુદ્દે ચર્ચા થતાં વિપક્ષે અનેક સવાલો કર્યા હતા. જેના જવાબમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે "પહલગામમાં નિર્દોષ નાગરિકોની ક્રૂર હત્યા, ધર્મ પૂછીને તેમના પરિવારોની સામે તેમની હત્યા કરવામાં આવી, આ હત્યાઓ ખૂબ જ બર્બરતાથી કરવામાં આવી હતી. હું આની સખત નિંદા કરું છું અને માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "ઓપરેશન મહાદેવ ચલાવીને ભારતીય સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. 

લોકસભામાં અમિત શાહે શું કહ્યું 

લોકસભામાં વિપક્ષની માંગ થતાં ઓપરેશન સિંદૂર વિશે ચર્ચા થઈ હતી. આ દરમિયાન વિપક્ષે અનેક સવાલો કરીને મોદી સરકારને ઘેરી હતી. અમિત શાહે ઓપરેશન સિંદૂર અંગે વિપક્ષના સવાલોનો જવાબ આપતા કહ્યું કે, 2005થી 2011 દરમિયાન આતંકવાદીઓએ 27 ઘૃણાસ્પદ હુમલા કર્યા. જેમાં લગભગ એક હજાર લોકો માર્યા ગયા. અમિત શાહે કહ્યું કે ગઈકાલે આ લોકો કહેતા હતા કે, બૈસરનના ગુનેગારો પાકિસ્તાન ભાગી ગયા. તેમણે કહ્યું કે તેઓ (વિરોધીઓ) પૂછી રહ્યા હતા કે, બૈસરનના આતંકવાદીઓ ક્યાં ગયા, તો હું તમને કહીશ કે આપણી સેનાએ તેમને ઠોકી દીધા.

બાટલા હાઉસ ઘટના પર સોનિયાજી રડ્યા હતા

હું રાહુલ ગાંધીને પડકાર ફેંકું છું કે, તેઓ ગૃહમાં ઉભા રહીને દેશના લોકોને આ વાત જણાવે. તેમણે કંઈ કર્યું નહીં. અહીં તેઓ કહે છે કે, તમારા સમયમાં પણ ઘટનાઓ બની હતી, હું તેમને તફાવત સમજાવીશ. હવે કાશ્મીરમાં આતંકવાદીઓ બનતા નથી. તેમને પાકિસ્તાનથી આતંકવાદીઓ મોકલવા પડે છે. મેં એક વખત સલમાન ખુર્શીદને સોનિયા ગાંધીના ઘરમાંથી રડતા બહાર આવતા જોયા હતા. બાટલા હાઉસ ઘટના પર સોનિયાજી રડ્યા હતા. જો તેમને રડવું જ હતું, તો શહીદ મોહન સિંહ માટે રડવું જોઈતું હતું. જેઓ આતંકવાદીઓ માટે રડે છે તેમને આતંકવાદ વિશે પૂછવાનો કોઈ અધિકાર નથી. 

પાકિસ્તાન કોંગ્રેસની ભૂલ છે - અમિત શાહ

અમિત શાહે કહ્યું કે નેહરુએ સુરક્ષા પરિષદના સભ્યપદ માટેના અમેરિકન પ્રસ્તાવને એમ કહીને નકારી કાઢ્યો કે, અમે તેને સ્વીકારી શકતા નથી. એનાથી ચીન જેવા મહાન દેશને નુકસાન થશે. રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીન સાથે કયા એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે આપણા સૈનિકો ડોકલામમાં ચીન સાથે સામસામે બેઠા હતા, ત્યારે રાહુલ ગાંધી ચીની રાજદૂત સાથે મુલાકાત કરી રહ્યા હતા. ગાંધી પરિવારનો ચીન પ્રત્યેનો પ્રેમ ત્રણ પેઢીઓથી ઓછો થયો નથી. પાકિસ્તાન કોંગ્રેસની ભૂલ છે.

શિમલામાં કરાર થયો ત્યારે POK માંગવાનું ભૂલી ગયા

અમિત શાહે સરદાર પટેલના વિરોધ છતાં પંડિત નેહરુ UN ચાલ્યા ગયા. સિંધુ સમજૂતિનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, ઇન્દિરાજીએ પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું. આ એક મહાન વિજય હતો અને આપણે બધા તેના પર ગર્વ કરીશું પરંતુ યુદ્ધની ચમકમાં શું થયું. શિમલામાં કરાર થયો ત્યારે POK માંગવાનું ભૂલી ગયા. જો તે સમયે POK માંગી લીધું હોત તો. 15 હજાર ચોરસ કિલોમીટર કબજે કરેલી જમીન પણ આપી દીધી.

તમને પૂછવાનો અધિકાર પણ નથી

ગૃહમંત્રીએ કહ્યું કે 195 પાકિસ્તાની અધિકારીઓ પર યુદ્ધ અપરાધોનો કેસ ચલાવવાનો હતો, પરંતુ ભુટ્ટો ઇન્દિરાજીની સામે જ છોડાવીને લઈ ગયા. જનરલ માણેકશાએ કહ્યું કે ભુટ્ટોએ ભારતીય નેતૃત્વને મૂર્ખ બનાવ્યું. તે આપણને શીખવી રહ્યા છે કે આ કરવામાં આવ્યું અને આ ન કર્યું. અરે ભાઈ, તમે પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છો, તમને પૂછવાનો અધિકાર પણ નથી. 

1962 ના યુદ્ધમાં શું થયું હતું

1971 પછી પીઓકે માંગવાનું બંધ કરી દીધું હતું. ૬૨ના યુદ્ધમાં શું થયું. ગઈકાલે જ કેટલાક કોંગ્રેસ સભ્યો ચીન વિશે પ્રશ્ન પૂછી રહ્યા હતા. અમિત શાહે કહ્યું, "આજે હું પૂછવા માંગુ છું કે, 62 ના યુદ્ધમાં શું થયું હતું. અક્સાઈ ચીનનો 30 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર ચીનને આપી દીધો. નેહરુજીએ ગૃહમાં કહ્યું કે ત્યાં ઘાસનું એક પત્તું ઉગતું નથી. તમે તે જગ્યાનું શું કરશો.