VIDEO: રાયપુરમાં વિપક્ષના નેતા ચરણદાસ મહંતના નિવાસસ્થાને કોંગ્રેસ વિધાનસભાદળની મહત્વપૂર્ણ બેઠક શરૂ
સોર્સ : gstv
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આગામી વિધાનસભા સત્ર પૂર્વે વ્યૂહરચના ઘડવા માટે કોંગ્રેસ વિધાનસભાદળની એક મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ ગઈ હતી . આ બેઠક પ્રદેશ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ચરણદાસ મહંતના સત્તાવાર નિવાસસ્થાને યોજાઈ હતી , જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત પક્ષના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે.બેઠકમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રદેશની ભાજપ સરકારને ઘેરવા માટે કાયદો અને વ્યવસ્થા, ખેડૂતોના પ્રશ્નો અને સ્થાનિક જનહિતના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી સત્ર દરમિયાન ગૃહમાં એકજૂથ થઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવવા માટે ધારાસભ્યોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

