VIDEO: અયોધ્યામાં પિતાની યાદમાં ધર્મશાળા બનાવશે અમિતાભ
સોર્સ : gstv
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અયોધ્યામાં તેમના પિતા અને જાણીતા કવિ સ્વર્ગીય હરિવંશરાય બચ્ચનની યાદમાં સ્મારક ધર્મશાળા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેમણે અયોધ્યા વિકાસ પ્રાધિકરણ પાસે નકશાની મંજૂરી માટે અરજી કરી છે. અયોધ્યા દશરથ પથ પાસે ‘ધ સરયૂ’ પ્રોજેક્ટમાં અમિતાભ બચ્ચને અગાઉ આશરે 15 કરોડ રૂપિયામાં જમીન ખરીદી હતી. અહીં 20થી વધુ રૂમ ધરાવતી ધર્મશાળા બનાવવાનો પ્રસ્તાવ છે. એડીએ દ્વારા હાલ આ અરજી સામે 15 દિવસમાં લોકો પાસેથી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓક્ટોબર સુધીમાં મંજૂરી મળવાની શક્યતા છે. ધર્મશાળા બનવાથી અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓને પણ સુવિધા મળી શકશે.

