Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Amid protests across the country, the Election Commission took a major decision on Form-6

VIDEO: દેશભરમાં વિરોધ વચ્ચે ચૂંટણી પંચે ફોર્મ-6 પર લીધો મોટો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

SIR પ્રક્રિયાને લઈ કોંગ્રેસના વિરોધ વચ્ચે ચૂંટણી પંચે ફોર્મ-6 પર મોટો નિર્ણય કર્યો છે. હવે નવા મતદારોએ વધારાની માહિતી નહીં આપવી પડે... . ECI એ જણાવ્યું કે હવે એવા રાજ્યોમાં નવા મતદાર બનવા માટે ફોર્મ-6 સાથે વધારાનું ઘોષણાપત્ર એટલે કે એનેક્ચર-ડી આપવું જરૂરી રહેશે નહીં, જ્યાં SIR પૂરૂં થઈ ગયું છે. ચૂંટણી પંચે ઓનલાઈન ફોર્મ 6 માંથી તેને હટાવી દીધું છે. કોંગ્રેસે મતદાર યાદીની SIR પ્રક્રિયામાં નવા મતદારોને જોડવા માટે ફોર્મ 6 સાથે જોડાયેલા ફેરફારો પર ચિંતા વ્યક્ત કરી હતી. આ મુદ્દે વિવાદ વધતાં ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે. હવે નવા મતદારોએ વધારાની માહિતી નહીં આપવી પડે..જે રાજ્યોમાં SIR ની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે, ત્યાં ચૂંટણી પંચે ફોર્મ 6 માંથી SIR સાથે જોડાયેલું ડિક્લેરેશન હટાવી દીધું છે.. આ ડિક્લેરેશન હેઠળ નવા અરજદારોએ પોતાની જાતને અથવા પોતાના માતા-પિતા કે દાદા-દાદી કે નાના-નાનીને અગાઉ થયેલા ઇન્ટેન્સિવ રિવિઝન દરમિયાન તૈયાર થયેલી મતદાર યાદી સાથે જોડતી માહિતી આપવાની હતી..

App Store