VIDEO: અમેરિકા અમારો સૌથી મોટો પાર્ટનર છે પણ... કૌટિલ્ય કોન્ક્લેવમાં એસ. જયશંકરનું વિશ્વ રાજકારણ પર સનસનાટીભર્યું નિવેદન
નવી દિલ્હી ખાતે યોજાયેલા ‘કૌટિલ્ય કોન્ક્લેવ’માં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વૈશ્વિક રાજકારણ, વેપાર અને બદલાતા આંતરરાષ્ટ્રીય સમીકરણો પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે અમેરિકા સાથેના ભારતના સંબંધોને અતિ મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે, વર્તમાન અસ્થિરતા અને પરિવર્તનના દોરમાં ભારતે વિશ્વની તમામ મહાસત્તાઓ સાથે ખૂબ જ સંતુલિત અને વ્યુહાત્મક વલણ અપનાવવું પડશે.
કાર્યક્રમમાં સંબોધન કરતાં વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, "જ્યાં સુધી અમેરિકાનો સવાલ છે, તે આપણા પ્રમુખ વ્યૂહાત્મક ભાગીદારોમાંનો એક છે. યુએસ આપણું સૌથી મોટું આર્થિક અને વેપાર ખાતું છે તેમજ સંરક્ષણ ક્ષેત્રે પણ ખૂબ મહત્વપૂર્ણ ભાગીદાર છે."
યુરોપ સાથે નવી તકો
વિશ્વમાં ચાલી રહેલી ભૌગોલિક અને રાજકીય ઉથલપાથલ અંગે વાત કરતાં તેમણે મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા. સતત બદલાતા વૈશ્વિક માહોલ વચ્ચે અમેરિકા સાથેના સહયોગને આગળ કઈ રીતે લઈ જવો? વૈશ્વિક મંચ પર ચીનના સતત વધતા પ્રભાવ અને તેની પડકારો સામે કઈ રીતે વ્યવહાર કરવો? રશિયા સાથે ભારતના પરંપરાગત અને પ્રમાણમાં સ્થિર રહેલા સંબંધોને આજના યુગમાં કઈ રીતે જાળવી રાખવા? યુરોપ અને યુકે (UK) સાથે મુક્ત વેપાર કરાર (FTA) જેવા મહત્વના આર્થિક કરારો બાદ ઊભી થયેલી નવી તકોનો મહત્તમ લાભ કેવી રીતે લેવો?
ડૉ. જયશંકરે સ્પષ્ટ કર્યું કે ભારતે કોઈપણ એક દેશ તરફ ઢળ્યા વગર પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને સ્વતંત્ર વિદેશ નીતિ અને બહુપક્ષીય સંબંધોનું સંતુલન જાળવવાનું ચાલુ રાખવું પડશે.

