VIDEO: અમરનાથ યાત્રીઓ બેઝ કેમ્પ પહોંચ્યા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો પવિત્ર ભક્તિમય માહોલ વચ્ચે બે

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો પવિત્ર ભક્તિમય માહોલ વચ્ચે બેઝ કેમ્પ પહોંચી ગયો છે. સમગ્ર કેમ્પ હર હર મહાદેવ અને બમ બમ ભોલે ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે.સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળો દ્વારા યાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીં રહેવા. ખાવા-પીવાની અને તબીબી સહાયની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.




