VIDEO: અનૈતિક સંબંધોના આરોપ માત્રથી વિધવા મહિલાના કાનૂની અધિકારો છીનવી શકાય નહીં: અલ્હાબાદ હાઈકોર્ટે
સોર્સ : gstv
અલ્હાબાદ હાઈકોર્ટે પારિવારિક સંપત્તિ અને વારસાના એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે પતિના અવસાન બાદ જો કોઈ મહિલા પર અનૈતિક સંબંધોના મૌખિક આક્ષેપો હોય, તો પણ માત્ર આ કારણસર તેની વિધવા તરીકેની કાનૂની સ્થિતિ કે વારસાના અધિકારો છીનવી શકાતા નથી. બલિયા જિલ્લાના વર્ષ ૨૦૦૧થી પડતર સિવિલ વિવાદની પ્રથમ અપીલ મંજૂર કરતાં જસ્ટિસ અનિલ કુમારની બેન્ચે નીચલી કોર્ટનો ચુકાદો રદ કર્યો હતો. કોર્ટે જણાવ્યું કે બાળકની કાયદેસરતાને પડકારવા માટે ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ નક્કર અને સ્વતંત્ર પુરાવા રજૂ કરવા અનિવાર્ય છે. માત્ર મૌખિક દાવાઓના આધારે કોઈને કાયદેસરના વારસદાર તરીકેના હકથી વંચિત રાખી શકાય નહીં.

