VIDEO: CISF યુનિટમાં નાણાકીય ગેરરીતિનો આરોપ, બે પૂર્વ અધિકારીઓ સામે CBIએ નોંધી FIR
સોર્સ : gstv
સીઆઈએસએફ યુનિટ બીસીસીએલ કોયલા નગરના બે પૂર્વ અધિકારીઓ સામે નાણાકીય અનિયમિતતાના ગંભીર આરોપો લાગ્યા છે. આ મામલે સીબીઆઈ ધનબાદે સીઆઈએસએફના તત્કાલીન ડેપ્યુટી કમાન્ડન્ટ ઓમ કુમાર તંવર અને તત્કાલીન લેડી ઈન્સ્પેક્ટર રાજ લક્ષ્મી વર્મા સામે એફઆઈઆર નોંધી છે. હાલમાં ઓમ કુમાર તંવર જયપુરમાં અને રાજ લક્ષ્મી વર્મા લલપનિયામાં તૈનાત છે. સીઆઈએસએફ મુખ્યાલય નવી દિલ્હીના મુખ્ય વિજિલન્સ ઓફિસર-આઈજી જોસ મોહનની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા કોલ માઈન્સ યુનિયનના મદન સિંહે સીવીઓ નવી દિલ્હીને બંને અધિકારીઓ સામે નાણાકીય ગેરરીતિઓની લેખિત ફરિયાદ કરી હતી. 25 સપ્ટેમ્બરે સીબીઆઈને આ અંગે ફરિયાદ મળી હતી, જે બાદ આ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

