Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Allahabad High Court stays its own order to register FIR against Rahul Gandhi

અલાહાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરૂદ્ધ FIR નોંધવાના પોતાના જ આદેશ પર રોક લગાવી

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
અલાહાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરૂદ્ધ FIR નોંધવાના પોતાના જ આદેશ પર રોક લગાવી
સોર્સ : gstv

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે કથિત બેવડી નાગરિકતાના કેસમાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાના, ઓપન કોર્ટમાં સંભળાવવામાં આવેલા પોતાના આદેશ પર રોક લગાવી દીધી છે. શનિવારે હાઈકોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ આદેશમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે શુક્રવારે સુનાવણી દરમિયાન અરજદાર સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વકીલોને પૂછવામાં આવ્યું હતું કે શું આ બાબતમાં વિપક્ષી નંબર એક (રાહુલ ગાંધી) ને નોટિસ આપવાની જરૂર છે.

App Store

આગામી સુનાવણી માટે 20 એપ્રિલે

આદેશમાં કહેવામાં આવ્યું છે કે વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે નોટિસ જાહેર કરવાની કોઈ જરૂર નથી, ત્યારબાદ ઓપન કોર્ટમાં FIR નોંધવાનો વિગતવાર આદેશ પસાર કરી દેવામાં આવ્યો હતો. જો કે પોતાના ઉક્ત આદેશના ટાઈપ થવા અને તેના પર હસ્તાક્ષર થતા પહેલા જ ન્યાયમૂર્તિ સુભાષ વિદ્યાર્થીએ જોયું કે અલ્હાબાદ હાઈકોર્ટની પૂર્ણ પીઠે વર્ષ 2014માં પસાર કરેલા એક નિર્ણયમાં જણાવ્યું છે કે FIR નોંધવાની માંગ કરતી અરજીઓ ફગાવી દેવા પર રિવિઝન પિટિશન જ ટકી શકે છે અને આવી અરજી પર પ્રસ્તાવિત આરોપીને નોટિસ મોકલવી અનિવાર્ય છે.

ન્યાયાલયે કહ્યું કે આ કાયદાકીય સ્થિતિને જોતા વિપક્ષી નંબર એક (રાહુલ ગાંધી)ને નોટિસ જાહેર કર્યા વિના મામલાનો નિર્ણય કરવો યોગ્ય નથી. જેથી ઓપન કોર્ટમાં સંભળાવવામાં આવેલા પોતાના આદેશ પર રોક લગાવી આગામી સુનાવણી માટે 20 એપ્રિલની તારીખ નક્કી કરી છે.

કથિત બેવડી નાગરિકતાના કેસમાં FIR નોંધવાનો આપ્યો હતો આદેશ

ઉલ્લેખનીય છે કે કર્ણાટક નિવાસી અરજદાર એસ. વિગ્નેશ શિશિરની અરજી પર ન્યાયાલયે શુક્રવારે રાહુલ ગાંધી વિરુદ્ધ કથિત બેવડી નાગરિકતાના કેસમાં FIR નોંધી તપાસ કરવાનો આદેશ ઓપન કોર્ટમાં ડિક્ટેટ કર્યો હતો. અરજદારે રાહુલ ગાંધી પર ભારતીય ન્યાય સંહિતા, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ વિવિધ ગંભીર આરોપો લગાવ્યા છે અને મામલાની વિગતવાર તપાસની માંગ કરી છે. અરજદારની અરજીને નીચલી કોર્ટ ફગાવી ચૂકી છે.
 
લખનઉની વિશેષ કોર્ટે અરજી ફગાવી દીધી હતી

અરજદારે રાહુલ ગાંધી પર ભારતીય ન્યાય સંહિતા, ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ વિવિધ ગંભીર આરોપો લગાવ્યા છે અને મામલાની વિગતવાર તપાસની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ફરિયાદ પહેલા રાયબરેલીની વિશેષ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં અરજદારની વિનંતી પર 17 ડિસેમ્બર 2025ના રોજ હાઈકોર્ટની લખનઉ બેંચે આ પ્રકરણને રાયબરેલીથી લખનઉ સ્થાનાંતરિત કરી દીધું હતું. ત્યારબાદ 28 જાન્યુઆરી 2026ના રોજ લખનઉની વિશેષ કોર્ટે અરજી ફગાવી દીધી હતી, જેની સામે હવે હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં મામલાની સુનાવણી ચાલી રહી છે.