VIDEO: અલ્હાબાદ હાઈકોર્ટે ગુંડા એક્ટના દુરુપયોગ બદલ યુપી સરકારની ઝાટકણી કાઢી
સોર્સ : gstv
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ગોંડાના રહેવાસી ઝાહિદ અલીને છ મહિના માટે જિલ્લામાંથી તડીપાર કરવાના જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશને રદ કર્યો છે. ન્યાયમૂર્તિ સુભાષ વિદ્યાર્થીએ નોંધ્યું હતું કે જે ફોજદારી કેસના આધારે આ આદેશ અપાયો હતો તેમાં વ્યક્તિ નવ વર્ષ પહેલાં જ નિર્દોષ જાહેર થઈ ચૂકી છે. કોર્ટે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર ગુંડા એક્ટ, 1970નો સતત દુરુપયોગ કરી રહી છે. આ કાયદો અત્યંત શક્તિશાળી હોવાથી તેનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક માત્ર જાહેર વ્યવસ્થા જાળવવા માટે જ થવો જોઈએ, તેમ બેન્ચે સ્પષ્ટ કર્યું હતું.

