VIDEO: અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવ્યા આરપીએફ જવાનના આગોતરા જામીન: મહામારી પૂરી થયા છતાં પ્લેગ સમાન કસ્ટોડિયલ ડેથની સમસ્યા યથાવત
સોર્સ : gstv
અલ્હાબાદ હાઈકોર્ટે ગોંડામાં સંજય કુમાર સોનકરના કથિત કસ્ટોડિયલ ડેથ કેસમાં બે RPF જવાનો—સબ-ઇન્સ્પેક્ટર કરણ સિંહ યાદવ અને કોન્સ્ટેબલ અમિત કુમાર યાદવની આગોતરા જામીન અરજીઓ ફગાવી દીધી છે. લખનઉ બેન્ચે નોંધ્યું કે કોરોના મહામારી પૂરી થયા છતાં પ્લેગ સમાન કસ્ટોડિયલ ડેથની સમસ્યા યથાવત છે...કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા કેસોમાં પુરાવાનો બોજ પોલીસકર્મીઓ પર હોય છે અને અપીલકર્તાઓ પોતાની નિર્દોષતા સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં માલગાડીમાંથી સરસવના તેલના ડબ્બા ચોરીની તપાસ દરમિયાન સોનકરનું નામ સામે આવ્યું હતું, જેનું કસ્ટડીમાં શંકાસ્પદ મૃત્યુ થયું હતું.

