VIDEO: અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ: નવી મેડિકલ કોલેજોમાં આરોગ્ય સુવિધાઓ મજબૂત કરો
સોર્સ : gstv
અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નવી મેડિકલ કોલેજોમાં તબીબી સુવિધાઓ સુધારવા અને ગંભીર દર્દીઓની રઝળપાટ રોકવા સમયબદ્ધ રોડમેપ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. સુલતાનપુરના એક નવજાત શિશુના સારવાર દરમિયાન થયેલા મૃત્યુ અંગેની પીઆઈએલ પર સુનાવણી કરતા કોર્ટે નાણાંનો અભાવ સ્વાસ્થ્ય સેવામાં અવરોધ ન બનવો જોઈએ તેમ જણાવ્યું હતું…કોર્ટે તબીબી સ્વાસ્થ્યના અધિક મુખ્ય સચિવને સોગંદનામા પર રોડમેપ રજૂ કરવા આદેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી ૧ ઓક્ટોબરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરવામાં આવશે.

