VIDEO: અલાહાબાદ હાઈકોર્ટે રેસ્ટોરન્ટ અને કાફેના સ્મોકિંગ ઝોનમાં હુક્કા સેવા પર મૂક્યો પ્રતિબંધ, યુપી સરકારને કડક કાર્યવાહીના આદેશ
સોર્સ : gstv
અલાહાબાદ હાઈકોર્ટે રેસ્ટોરન્ટ અને કાફેના નિર્ધારિત સ્મોકિંગ એરિયામાં હુક્કા સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે અવલોકન કર્યું છે કે જાહેર સ્થળોએ ધૂમ્રપાન નિષેધ નિયમ ૨૦૦૮ના નિયમ ૪(૩)માં થયેલા સુધારા મુજબ, નિર્ધારિત સ્મોકિંગ એરિયામાં કોઈપણ પ્રકારની સેવા પૂરી પાડવાની પરવાનગી નથી….કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને આદેશ આપ્યો છે કે નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ કરતું જાહેરનામું બહાર પાડવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વ્યાપારિક હિતો ખાતર જાહેર સ્થળે સ્વચ્છ હવા શ્વાસમાં લેવાના ધૂમ્રપાન ન કરનારા નાગરિકોના અધિકાર સાથે ચેડાં કરી શકાય નહીં.

