Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Akashvani on the day after tomorrow, Jantar Mantar… Where will Rahul Gandhi surprise today?

પરમદિવસે આકાશવાણી, કાલે જંતર-મંતર… આજે રાહુલ ગાંધી ક્યાં સરપ્રાઈઝ આપશે?

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
પરમદિવસે આકાશવાણી, કાલે જંતર-મંતર… આજે રાહુલ ગાંધી ક્યાં સરપ્રાઈઝ આપશે?
સોર્સ : gstv

દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષ અને સરકાર વચ્ચે જબરદસ્ત ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સતત બીજા દિવસે વિપક્ષી ગઠબંધન (INDIA બ્લોક)ના તમામ સાંસદોને લંચ પર બોલાવ્યા છે. આ લંચ મીટિંગ દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત જાણીતી રેસ્ટોરન્ટમાં યોજાઈ રહી છે. હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે, આ લંચ પછી રાહુલ ગાંધી અને વિપક્ષી સાંસદોનું આગામી પગલું શું હશે અને તેઓ શું નવું 'સરપ્રાઈઝ' આપશે.

App Store

છેલ્લા બે દિવસમાં દિલ્હીમાં શું બન્યું?

  • 6 ઓક્ટોબર: વિપક્ષી સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધી જંતર-મંતર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોક્યા હતા. ત્યારબાદ સાંસદો આકાશવાણી ભવનના એક ગેટથી અંદર પ્રવેશી બીજા ગેટથી બહાર નીકળી ગયા હતા અને બીજા રસ્તે જઈને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

  • 7 ઓક્ટોબર: ખડગેના લંચ બાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી સાંસદો ચૂંટણી પંચ સામે મોરચો માંડી જંતર-મંતર તરફ કૂચ કરી રહ્યા હતા. દિલ્હી પોલીસે તેમની અટકાયત (detention) કરી હતી અને લગભગ બે કલાક પછી મુક્ત કર્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થવાના આરોપ હેઠળ રાહુલ-પ્રિયંકા સહિતના નેતાઓ સામે FIR પણ નોંધવામાં આવી છે.

કનોટ પ્લેસ પર જ ફરી લંચ કેમ?

ખડગેએ લોકસભા અને રાજ્યસભાના તમામ વિરોધ પક્ષના સાંસદોને આ લંચમાં જોડાવા અનુરોધ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે સતત બીજા દિવસે કનોટ પ્લેસ વિસ્તારની જ પસંદગી કરવામાં આવી છે, જે જંતર-મંતર અને ચૂંટણી પંચની ઓફિસની ખૂબ નજીક છે.

ગઈકાલે અટકાયત અને પોલીસ કેસ છતાં વિપક્ષ બેકફૂટ પર જવા તૈયાર નથી. જો આજે પણ લંચ પછી વિપક્ષી નેતાઓ માર્ચ કે પ્રદર્શન કરશે, તો સતત બીજા દિવસે રસ્તા પર જોરદાર રાજકીય ઘમાસાણ જોવા મળી શકે છે. જોકે, વિપક્ષે હજુ સુધી તેમની આગામી રણનીતિ ગુપ્ત રાખી છે.