Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ajit Pawar's property: Luxurious bungalow worth crores, luxury cars...;

Ajit Pawarની મિલકત: કરોડોના આલીશાન બંગલા, લક્ઝરી કાર...; જાણો કેટલા કરોડનું સામ્રાજ્ય છોડી ગયા 'બારામતીના દાદા'

Timeછેલ્લું અપડેટ : 28 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈ/બારામતી: 28  જાન્યુઆરી 2026 ના રોજ મહારાષ્ટ્રના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થતા સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે. અજિત પવાર માત્ર રાજકીય રીતે શક્તિશાળી નહોતા, પરંતુ તેઓ મહારાષ્ટ્રના સૌથી ધનિક રાજનેતાઓ પૈકીના એક ગણાતા હતા. ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ, અજિત પવાર અને તેમનો પરિવાર અબજોની મિલકતના માલિક છે.

App Store

કુલ નેટવર્થ: 124 કરોડથી વધુનું સામ્રાજ્ય

અજિત પવારના છેલ્લા એફિડેવિટ (સોગંદનામા) મુજબ, તેમની અને તેમના પરિવારની કુલ સંપત્તિ ૧૨૪ કરોડ રૂપિયા થી વધુ આંકવામાં આવી હતી. આ મિલકતમાં રોકડ, બેંક બેલેન્સ, સોનું, મોંઘા વાહનો અને સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. 

બેંક બેલેન્સ અને રોકાણ: નથી કોઈ LIC પોલીસી

નવાઈની વાત એ છે કે અજિત પવાર જેવા મોટા નેતા પાસે કોઈ લાઈફ ઈન્સ્યોરન્સ (LIC) પોલીસી નહોતી. જોકે, તેમનું બેંક બેલેન્સ કોઈપણ સામાન્ય વ્યક્તિને હેરાન કરી શકે તેવું છે:

  • રોકડ અને બેંક ડિપોઝિટ: પવાર પરિવાર પાસે આશરે 14.12  લાખ રૂપિયા રોકડા અને વિવિધ બેંક ખાતાઓમાં 6.81 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા છે.

  • પતિ-પત્નીનું બેલેન્સ: અજિત પવાર અને તેમના પત્ની સુનેત્રા પવાર બંનેના વ્યક્તિગત ખાતામાં અંદાજે 3-3  કરોડ રૂપિયાનું બેલેન્સ નોંધાયેલું છે.

  • શેરબજારમાં રોકાણ: તેમણે શેર, બોન્ડ અને ડિબેન્ચરમાં 24 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જ્યારે તેમના બાળકો અને પત્નીએ પણ લાખો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.

સોના-ચાંદીના દાગીનાનો વૈભવ

પવાર પરિવાર પાસે સોનાના દાગીનાનો પણ મોટો સંગ્રહ છે:

  • અજિત પવાર: તેમની પાસે આશરે 38 લાખ રૂપિયાની જ્વેલરી છે.

  • સુનેત્રા પવાર: અજિત પવાર કરતા તેમના પત્ની સુનેત્રા પાસે વધુ ઘરેણાં છે, જેની કિંમત અંદાજે 1.19 કરોડ રૂપિયા જેટલી થાય છે.

જમીન અને મકાન: બારામતીથી દિલ્હી સુધી દબદબો

અજિત પવારની સાચી તાકાત તેમની અચલ સંપત્તિ (Real Estate) માં જોવા મળે છે. ખેતીની જમીનથી લઈને કોમર્શિયલ બિલ્ડિંગ સુધી તેમનું સામ્રાજ્ય ફેલાયેલું છે:

ખેતીની જમીન: અજિત પવાર અને તેમના પત્નીના નામે 13.21 કરોડ રૂપિયાની ખેતીલાયક જમીન છે. આ ઉપરાંત, 37 કરોડ રૂપિયાની બિન-ખેતીલાયક (Non-Agricultural) જમીન પણ તેમના નામે નોંધાયેલી છે.

આલીશાન આશિયાના:

  • અજિત પવારના નામે 4 ઘર છે, જેની કિંમત આશરે 9 કરોડ રૂપિયા છે.

  • સુનેત્રા પવારના નામે 22 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 4 અન્ય ફ્લેટ અને મકાનો છે.

  • પુણેમાં તેમની 11 કરોડ રૂપિયાની એક આલીશાન કોમર્શિયલ બિલ્ડિંગ પણ આવેલી છે.

મોંઘી ગાડીઓ અને વાહનોનો શોક

અજિત પવાર સાદગી પસંદ હોવા છતાં, તેમની પાસે અત્યાધુનિક વાહનોનો કાફલો હતો. તેમના કાફલામાં ટોયોટા કેમરી (Toyota Camry) અને હોન્ડા સીઆરવી (Honda CRV) જેવી લક્ઝરી કાર સામેલ હતી. ખેતી માટે તેમની પાસે આધુનિક ટ્રેક્ટર અને 3 ટ્રેલર પણ હતા. આ તમામ વાહનોની કુલ કિંમત 75 લાખ રૂપિયાની આસપાસ હતી. 

દેવું અને જવાબદારીઓ

મિલકતની સાથે સાથે અજિત પવાર પર દેવું પણ હતું. સોગંદનામા મુજબ તેમના પર આશરે 21.39 કરોડ રૂપિયાનું દેવું હતું. જોકે, તેમની 124 કરોડની મિલકત સામે આ દેવું ખૂબ ઓછું ગણી શકાય.

અજિત પવારના નિધન સાથે બારામતીએ તેનો સૌથી પ્રભાવશાળી અને સમૃદ્ધ પુત્ર ગુમાવ્યો છે. 'દાદા' ના નામે જાણીતા અજિત પવારે શૂન્યમાંથી જે આર્થિક અને રાજકીય સામ્રાજ્ય ઊભું કર્યું હતું, તે મહારાષ્ટ્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.