VIDEO: અમદાવાદ, હૈદરાબાદ વિશ્વના સૌથી ઓછા આબોહવા-સ્થિતિસ્થાપક શહેરોમાં સામેલ: નવી વૈશ્વિક આબોહવા જોખમી રેન્કિંગમાં
સોર્સ : gstv
ભૂ-અવકાશી AI કંપની આલ્ફાજીઓ દ્વારા વિશ્વના ૭૨ મોટા શહેરી કેન્દ્રો પર કરવામાં આવેલા નવા મૂલ્યાંકનમાં શિકાગોને હવામાન જોખમ સામે સૌથી વધુ સ્થિતિ સ્થાપક શહેર તરીકે સ્થાન મળ્યું છે. બીજી બાજુ, નદી કિનારે વસેલું અમદાવાદ પૂરના ભારે જોખમ અને અપૂરતા અનુકૂલન પગલાંઓને કારણે યાદીમાં જોખમ ધરાવતું શહેરામાં ઉભરી આવ્યું છે....આ મૂલ્યાંકનમાં દક્ષિણ એશિયાના શહેરોની સ્થિતિ ચિંતાજનક જણાઈ છે. હૈદરાબાદ, ઢાકા, કોલકાતા અને કરાચી સહિતના દક્ષિણ એશિયાના અનેક શહેરો નીચલા ૧૦ ક્રમમાં સામેલ છે, જે નબળા અનુકૂલન વચ્ચે પૂર અને ચોમાસાના ઊંચા જોખમને દર્શાવે છે.

