VIDEO: આગ્રા મહાનગરપાલિકા ડિમોલિશન
ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાના હેતુથી આગ્રા મહાનગરપાલિકા દ્વારા સુભાષ બજાર વિસ્તારમાં આવેલી અત્યંત જર્જરિત અને જોખમી દુકાનો પર બુલડોઝર ફેરવીને પાડી નાખવામાં આવી છે. આ ઇમારતો એટલી બધી ક્ષતિગ્રસ્ત થઈ ચૂકી હતી કે ચોમાસાની રુતુમાં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનું જોખમ રહેલું હતું, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ કડક પગલું લેવામાં આવ્યું છે. કાર્યવાહી શરૂ કરતા પહેલાં વ્યાપારીઓને અગાઉથી નોટિસો આપવામાં આવી હતી, છતાં સંભવિત અપ્રિય ઘટનાને ટાળવા માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સ્થાનિક વેપારીઓ અને તંત્ર વચ્ચે થોડી બોલાચાલી થઈ હોવા છતાં સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના આ નિર્ણયથી ભવિષ્યમાં થનારી મોટી જાનમાલની નુકસાની અટકી જશે તેવી સ્થાનિક પ્રશાસનને આશા છે.

