VIDEO: વડાપ્રધાનની સલાહ બાદ ઉનાળું વેકેશનમાં શિમલા સહિતના હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળ્યો
સોર્સ : GSTV
દેશમાં આર્થિક કટોકટીની સ્થિતિ વચ્ચે ઉનાળું વેકેશન પણ છે. પીએમ મોદીએ વિદેશ ફરવા ન જવાની સલાહ પણ આપી છે. શિમલા સહિતના હિલ સ્ટેશન પર ઉનાળામાં પ્રવાસીઓનો ધસારો હોય છે, હાલની પરિસ્થિતિને જોતા લોકો અલગ અલગ હિલસ્ટેશન તરફ વધુ પ્રયાણ કરી રહ્યાં છે. વડાપ્રધાનની સલાહને લઈને પ્રવાસીઓ કહી રહ્યાં છે, કે સ્થાનિક પ્રવાસ માટે આ પોઝિટવ પાસુ છે પરંતુ આ ટુંકાગાળાવું પગલું છે. લાંબાગાળા માટે રોડ મેપ તૈયાર કરવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, કાલઝાળ ગરમીમાં રજાના દિવસોમાં પ્રવાસીઓ પહાળી રાજ્યોમાં વેકેશન માટે જાય છે અને હાલની સ્થિતિએ પ્રવાસીઓનો પ્રવાહ અગાઉના વર્ષો કરતા વધ્યો છે.

