Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : After the detention, Rahul Gandhi was released by the Delhi Police

અટકાયત બાદ રાહુલ ગાંધી સહિતના વિપક્ષ નેતાઓને પોલીસે કર્યા મુક્ત, પ્રિયંકાને મળવા સોનિયા ગાંધી પોલીસ સ્ટેશન પહોંચ્યા

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
અટકાયત બાદ રાહુલ ગાંધી સહિતના વિપક્ષ નેતાઓને પોલીસે કર્યા મુક્ત, પ્રિયંકાને મળવા સોનિયા ગાંધી પોલીસ સ્ટેશન પહોંચ્યા
સોર્સ : gstv

દિલ્હીમાં PM આવાસ બહાર NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર કરાયેલા લાઠીચાર્જ મુદ્દે રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓનું આંદોલન ઉગ્ર બનતા પોલીસે તમામની અટકાયત કરી હતી. અટકાયત બાદ પોલીસે રાહુલ ગાંધીને છત્રસાલ સ્ટેડિયમમાંથી મુક્ત કર્યા છે. 

App Store

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ બહાર વિરોધ પ્રદર્શન બાદ પોલીસ દ્વારા પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરીને તેમને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અચાનક મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અટકાયતમાં રહેલા પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. NEET આંદોલનમાં સોનિયા ગાંધીની આ પહેલી પ્રત્યક્ષ ઉપસ્થિતિ જોવા મળી હતી. 

નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી કથિત કાર્યવાહીના વિરોધમાં, કોંગ્રેસે વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ કૂચ કરી અને પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, અખિલેશ યાદવ સહિતના વિપક્ષ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. 

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ 

રાજધાની દિલ્હીમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે (પાર્ટી અધ્યક્ષ), પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ, પવન ખેડા અને અન્ય કોંગ્રેસ નેતાઓએ લોકકલ્યાણ માર્ગ પર વિરોધ પ્રદર્શન કરીને વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તાજેતરમાં બનેલી ઘટનાઓ અને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને મુદ્દો બનાવીને વિપક્ષી નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.  

લોકકલ્યાણ માર્ગ તરફ કૂચ કરી રહેલા કોંગ્રેસ નેતાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સરકાર જનતા અને યુવાનોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હીમાં સોમવારે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા પોલીસ એક્શનને લઈને વિપક્ષી પક્ષોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે.

કોકરોચે વિપક્ષને નવું ઇંધણ પુરૂ પાડ્યું

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના ‘સંસદ ચલો’ માર્ચ અને દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ દેશના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. પેપર લીક, પરીક્ષાઓમાં ગોટાળા અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાઓએ વિખરાયેલા વિપક્ષને એકજૂથ અને આક્રમક થવા માટે એક મોટું હથિયાર આપી દીધું છે. સંસદના મોનસૂન સત્રના પ્રથમ દિવસથી જ સંસદથી લઈને રસ્તા સુધી વિરોધ ઘેરો બનતાં કેન્દ્ર સરકારની ચિંતાઓમાં વધારો થયો છે.

સરકાર બેકફૂટ પર વાટાઘાટોની રજૂઆત

CJP ના નેતૃત્વમાં છેલ્લા ત્રણ સપ્તાહથી ચાલી રહેલા આ આંદોલનને શરૂઆતમાં અનદેખું કરવામાં આવી રહ્યું હતું. જોકે, દિલ્હીની સડકો પર હજારો યુવાનોના અણધાર્યા જમાવડા અને જંતર-મંતરથી સંસદ તરફ કૂચ દરમિયાન પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ અને ટીયર ગેસના ઉપયોગથી દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ CJP ના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી વાટાઘાટોની રજુઆત કરવી પડી હતી, જે દર્શાવે છે કે સરકાર આંદોલનના વધતા પ્રભાવથી દબાણમાં છે.

વિખરાયેલો વિપક્ષ એકજૂથ થયો

મોનસૂન સત્ર પહેલાં વિપક્ષ વિખરાયેલો દેખાતો હતો, પરંતુ વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીએ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (સપા) અને આરજેડી સહિતના પક્ષોને એક પ્લેટફોર્મ પર લાવી દીધા છે.