Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Adulterated milk racket busted in Mumbai

VIDEO: મુંબઈમાં ભેસળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈના ગોરેગાઉં વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને મુંબઈ પોલીસની ગુણે શાખાએ એક સંયુક્ત દરોડામાં ભેસળયુક્ત દૂધના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગોરેગાઉં વેસ્ટના પ્રેમનેગરમાં આવેલા અંકુર બિલ્ડિંગમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.  આરોપીઓ નામાંકિત બ્રાન્ડના દૂધની થેલીઓમાંથી કુશળતાપૂર્વક દૂધ કાઢી લઈ, તેમાં દૂષિત પાણી ઉમેરીને મીણબત્તીની મદદથી ફરી સીલ કરતા હતા. દરોડા દરમિયાન સત્તાવાળાઓએ ૫૭૫ લીટર ભેસળયુક્ત દૂધ, ૨૨૪ ખાલી પાઉચ અને પેકિંગ મટીરિયલ જપ્ત કર્યું છે. આરોપીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.

App Store